1 રાજઓ 15 : 1 (GUV)
હવે નબાટના દીકરા યરોબામ રાજાને અઢારમે વર્ષે અબીયામ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો.
1 રાજઓ 15 : 2 (GUV)
તેને યરુશાલેમમાં ત્રણ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ માકા હતું, એ અબીશાલોમની દીકરી હતી.
1 રાજઓ 15 : 3 (GUV)
તેની અગાઉ તેના પિતાએ જે જે પાપ કર્યાં હતાં, તે સર્વ પાપમાં તે‍ ચાલ્યો. અને તેનું હ્રદય તેના પિતૃ દાઉદના હ્રદયની માફક તેના ઈશ્વર યહોવા પ્રત્યે સંપૂર્ણ ન હતું.
1 રાજઓ 15 : 4 (GUV)
તોપણ દઉદની ખાતર તેના ઈશ્વર યહોવાએ તેને યરુશાલેમમાં દીવો આપ્યો, એટલે કે તેની પાછળ તેના દીકરાને ઊભો કર્યો, તથા યરુશાલેમને સ્થાપિત કર્યું.
1 રાજઓ 15 : 5 (GUV)
કેમ કે દાઉદે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું હતું, ને ઊરિયા હિત્તીની બાબત સિવાય જે કંઈ આજ્ઞા યહોવાએ તેને તેના આયુષ્યના સર્વ દિવસોમાં આપી તેમાંથી તે આડોઅવળો ફર્યો ન હતો.
1 રાજઓ 15 : 6 (GUV)
હવે રહાબામ તથા યરોબામની વચ્ચે તેના આયુષ્યના સર્વ દિવસોભર વિગ્રહ જારી રહ્યો હતો.
1 રાજઓ 15 : 7 (GUV)
અબીયામનાં બાકીના કૃત્યો તથા તેણે જે કંઈ કર્યું, તે સર્વ યહૂદિયાનાં રાજાઓનાં કાળવૃતાંતનાં પુસ્તકમાં લખેલા નથી શું? અને અબીયામ તથા યરોબામની વચ્ચે વિગ્રહ ચાલુ રહ્યો હતો.
1 રાજઓ 15 : 8 (GUV)
અબીયામ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. અને તેઓએ તેને દાઉદનગરમાં દાટ્યો, અને તેના દીકરા આસાએ તેની જગાએ રાજ કર્યું.
1 રાજઓ 15 : 9 (GUV)
ઈઝરાયલના રાજા યરોબામને વીસમે વર્ષે આસા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો.
1 રાજઓ 15 : 10 (GUV)
તેણે એકતાળીસ વર્ષ સુધી યરુશાલેમમાં રાજ કર્યું, તેની દાદીનું નામ માકા હતું, તે અબીશાલોમની દીકરી હતી.
1 રાજઓ 15 : 11 (GUV)
જેમ તેના પિતૃ દાઉદે કર્યું હતું તેમ આસાએ યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું.
1 રાજઓ 15 : 12 (GUV)
તેણે દેશમાંથી સજાતીય સબંધો રાખનારા સર્વને કાઢી મૂક્યા, ને તેના પિતૃઓએ કરેલી મૂર્તિઓને દૂર કરી.
1 રાજઓ 15 : 13 (GUV)
તેણે પોતાની મા માકાને પણ રાજમાતાની પદવી પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરા [દેવી] ને માટે અમંગળ મૂર્તિ બનાવી હતી.આસાએ તેની મૂર્તિ કાપી નાખી, ને તેને કિદ્રોન નાળા પાસે બાળી નાખી.
1 રાજઓ 15 : 14 (GUV)
પણ ઉચ્ચસ્થાનો દૂર કરવામાં આવ્યા નહિ, તોપણ આસાના સર્વ દિવસોભર તેનું હ્રદય યહોવા પ્રત્યે સંપૂર્ણ હતું.
1 રાજઓ 15 : 15 (GUV)
તે તેના પિતાની અર્પણ કરેલી વસ્તુઓ તથા પોતે અર્પણ કરેલી વસ્તુઓ, એટલે રૂપું તથા સોનું તથા વાસણો યહોવાના મંદિરમાં લાવ્યો.
1 રાજઓ 15 : 16 (GUV)
આસા તથા ઇઝરાયલના રાજા બાશાની વચ્ચે સર્વ દિવસો પર્યંત વિગ્રહ ચાલતો હતો.
1 રાજઓ 15 : 17 (GUV)
ઇરાયલના રાજા બાશાએ યહૂદિયાની સામે ચઢાઈ કરીને રામા બાંધ્યું, એ માટે કે યહૂદિયાના રાજા આસાની તરફ તે કોઈને આવજા કરવા દે નહિ.
1 રાજઓ 15 : 18 (GUV)
પછી યહોવાના મંદિરના ભંડારમાં બાકી રહેલું બધું રૂપું તથા સોનું આસાએ લઈને તે પોતાના ચાકરોના હાથમાં આપ્યું. અને આસા રાજાએ તેને દમસ્કસમાં રહેનારા અરામના રાજાની, એટલે હેઝયોનના દીકરા ટાબ્રિમ્મોનના દીકરા બેન-હદાદની પાસે મોકલીને કહાવ્યું,
1 રાજઓ 15 : 19 (GUV)
“મારી તથા તારી વચ્ચે ને મારા પિતાની તથા તારા પિતાની વચ્ચે કરાર થયેલો છે. જો, મેં તારે માટે રૂપાને સોનાની ભેટ મોકલી છે. ચાલ, ઇઝરાયલના રાજા બાશા સાથેનો તારો સંપ તોડ કે, તે મારી પાસેથી જતો રહે.”
1 રાજઓ 15 : 20 (GUV)
અને બેન-હદાદે આસા રાજાનું સાંભળીને પોતાના સેનાપતિઓને ઇઝરાયલનાં નગરો સામે મોકલીને ઇયોન, દાન, આબેલ-બેથ-માકા, આખું કિન્‍નેરોથ તથા આખા નફતાલી દેશ પર હુમલો કર્યો.
1 રાજઓ 15 : 21 (GUV)
બાશાએ એ સાંભળ્યું, ત્યારે એમ થયું કે તે રામા બાંધવાનું પડતું મૂકીને તિર્સામાં રહ્યો.
1 રાજઓ 15 : 22 (GUV)
પછી આસા રાજાએ આખા યહૂદિયામાં ઢંઢેરો પિટાવ્યો. કોઈને છૂટ આપવામાં આવી નહિ. તેઓ રામાના પથ્થર તથા લાકડાં જે વડે બાશાએ તે બાંધ્યું હતું, તે ઉઠાવી લાવ્યા. અને તે વડે આસા રાજાએ બિન્યામીનનું ગેબા તથા મિસ્પા બાંધ્યાં.
1 રાજઓ 15 : 23 (GUV)
આસાનાં બાકીના સર્વ કૃત્યો, તેના સર્વ પરાક્રમો, તથા તેણે જે કર્યું સર્વ, તથા તેણે જે નગરો બાંધ્યાં, તે યહૂદિયાના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? પણ તેની વૃદ્ધાવસ્થામાં તેના પગમાં દરદ થયું.
1 રાજઓ 15 : 24 (GUV)
અને આસા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેને તેના પિતૃ દાઉદના નગરમાં તેના પિતૃઓ સાથે દાટવામાં આવ્યો. અને તેની જગાએ તેના દીકરા યહોશાફાટે રાજ કર્યું.
1 રાજઓ 15 : 25 (GUV)
યહૂદિયાના રાજા આસાના બીજા વર્ષમાં યરોબામનો દીકરો નાદાબ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે ઇઝરાયલ પર બે વર્ષ રાજ કર્યું,
1 રાજઓ 15 : 26 (GUV)
તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, તે પોતાના પિતાના માર્ગમાં તથા તેના જે પાપ વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેમાં ચાલ્યો.
1 રાજઓ 15 : 27 (GUV)
અને ઈસ્સાખારના ઘરના અહિયાના દીકરા બાશાએ તેની વિરુદ્ધ બંડ કર્યું, અને બાશાએ તેને પલિસ્તિઓના ગિબ્બથોન પાસે માર્યો; કેમ કે નાદાબ તથા સર્વ ઇઝરાયલે ગિબ્બથોનને ઘેરી લીધું હતું.
1 રાજઓ 15 : 28 (GUV)
યહૂદિયાના રાજા આસાને ત્રીજે વર્ષે બાશાએ મારી નાખીને તેની જગાએ રાજ કરવા માંડ્યું.
1 રાજઓ 15 : 29 (GUV)
તે રાજા થયો કે તરત એમ થયું કે તેણે યરોબામના ઘરનાં સર્વને મારી નાખ્યાં.યહોવા પોતાના સેવક શીલોની અહિયા મારફતે જે વચન બોલ્યા હતા, તે પ્રમાણે તેણે યરોબામ [ના કુટુંબ] નો પૂરેપૂરો નાશ કર્યો. તેના એક પણ જણને તેણે જીવતો રહેવા દીધો નહિ.
1 રાજઓ 15 : 30 (GUV)
જે પાપ યરોબામે કર્યાં હતાં તથા જેથી તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેને લીધે, ને જે રોષ તેણે ઇઝરાયલના ઈશ્વર યહોવાને ચઢાવ્યો હતો તે રોષને લીધે [એમ થયું].
1 રાજઓ 15 : 31 (GUV)
હવે નાદાબનાં બાકીનાં કૃત્યો તથા તેણે જે કંઈ કર્યું તે સર્વ ઇઝરાયલના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શુ?
1 રાજઓ 15 : 32 (GUV)
અને આસા તથા ઇઝરાયલના રાજા બાશાની વચ્ચે તેઓના સર્વ દિવસો પર્યંત વિગ્રહ જારી રહ્યો હતો.
1 રાજઓ 15 : 33 (GUV)
યહૂદિયાના રાજા આસાને ત્રીજે વર્ષે અહિયાનો દીકરો તિર્સામાં સર્વ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. [તેણે] ચોવીસ વર્ષ [રાજ કર્યું].
1 રાજઓ 15 : 34 (GUV)
તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું તે યરોબામના માર્ગમાં ને એના જે પાપ વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું, તેમાં ચાલ્યો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

BG:

Opacity:

Color:


Size:


Font: